ગુજરાતની કડવી વાસ્તવિકતા, દીકરીની ફીની ચિંતામાં લાચાર પિતાએ આત્મહત્યા કરી
ગુજરાતમાં શિક્ષણનું (Gujarat education)સ્તર કથળ્યું છે અને ફીના ધોરણ ઊંચા છે તે મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો કરી હતી. સાથે જ ગુજરાતની શિક્ષણ નીતિ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે તગડી શિક્ષણ ફીની વસૂલવાની પ્રથાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. તાપીમાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં એક મજબૂર à
Advertisement
ગુજરાતમાં શિક્ષણનું (Gujarat education)સ્તર કથળ્યું છે અને ફીના ધોરણ ઊંચા છે તે મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો કરી હતી. સાથે જ ગુજરાતની શિક્ષણ નીતિ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે તગડી શિક્ષણ ફીની વસૂલવાની પ્રથાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. તાપીમાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં એક મજબૂર પિતાએ આપઘાતનો (Suicide Case)રસ્તો અપનાવ્યો છે. પિતાએ (Father Suicide)જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે. મૃતક બકુલભાઈની દીકરી કોલેજમાં અભ્યાસ કરી છે.
વાલોડના ગોડધા ગામમાં આ ઘટના બની
ગુજરાતમાં એક તરફ કન્યા કેળવણીની વાતો થાય છે.તો બીજી તરફ તાપીમાં દીકરીના અભ્યાસની ફીની ચિંતામાં પિતાએ વિષપાન કર્યું છે. વાલોડના ગોડધા ગામમાં આ ઘટના બની છે. ગોડધાના વતની 46 વર્ષીય બકુલભાઈ મગનભાઈ પટેલે દીકરીના ભણતરની ફીની ચિંતામાં જંતુનાશક દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. ગોડધા ગામે સ્મશાનથી નદી તરફ જતા કાચા રસ્તા પાસેથી બકુલભાઈનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે વાલોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બકુલભાઈ પટેલની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે.
બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે
બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે તેમની પુત્રી બેચરલ ઓફ આર્કિટેકમાં માલિબા કોલેજ ખાતે અભ્યાસ કરે છે. તેમનો પરિવાર ગોડધાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઇફ સ્ટાઇલમાં મકાન રાખી રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીકરીની કોલેજ ચાલુ હતી, અને તેની ફી ભરવાની અંતિમ તારીખ હતી. પરિસ્થિતિ સારી ન હોવાથી પિતા ફી ભરી શકે તેવી સ્થિતિમાં હતા, અને આ બાબતે સતત ચિંતામાં રહેતા હતા. તેથી આ ચિંતામાં તેઓએ આત્મહત્યાનું પગલુ ભર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.